Monday, 17 August 2020

અરિણી નિયમે દોણી

નિસરણી ગણી જેને લાકડાની, ક્ષેત્રના ધ્યેય પ્રાપ્ત કરવા, 
તે જ નિસરણી આડી પૃથ્વી પર ઠાઠડી કેમ ગણાય?
બે વાંસડા અને બાર ખપાટિયા, ક્રવ્યાદ અગ્નિ થી દુર,
પંચ મહાભૂત થી પરબ્રહ્મ પ્રાપ્તિ, સુધી યાત્રા માં પંકાય?
દરેક મનુષ્ય નિધન બાદ નનામી તરીકેનો જ  વિચાર્યો,
કુદરત તને પ્રશ્ન છે, શેરીના પશુ પક્ષી ગાયબ ક્યાં થાય?
માટી, છાણ, ઘી, અગ્નિથી બનતી દોણી ને ઘરની જ કહી
તો એકમાત્ર અગ્નિ ને ઓગણ પચાસ નામે કેમ કહેવાય?
પાવક, પવમાન, ગ્રહ્યપ્ત્ય, સ્વધા, સ્વાહા વિવિધે એકતા
પરમ ધિષ્ણી, બેંગ્લોર બાદ તું ક્યાં એ પણ કહી દેને?
બ્રહ્મ માં જો હોય આભડછેટ દરેક સ્થાને, મમ્મી ની વાતે,
હે ધિષ્ણી, તું કેટલી પાવિત, એ હું મમ્મીને પણ કહી શકું.

મિત્ર ઋષિક ભટ્ટ ને યાદ કરી લખેલ પદ
અરિણી નિયમે દોણી

જીગર મહેતા / Jaigishya


No comments:

Post a Comment