Saturday 2 September 2023

7 અપ થર્મો દાયનેમિક્સ

જ્યારે તમને એક જ વિષય પર બે વિચારો આવતા હોય, ત્યારે તમે કુદરતી પ્રક્રિયા ના ભાગ રૂપે અચાનક જ અંધારામાં જ પ્રવેશી જાઓ છો અને ત્યારે બે વિકલ્પો હોય છે, હકારાત્મક અને નકારાત્મક, જો તમે, તમને અને બીજાને પ્રબુદ્ધતા આપતા વિચારને આપોઆપ જ પ્રકાશિત કરવાનું પસંદ કરો છો, તો નકારાત્મક બિંદુ આપોઆપ એન્ટ્રોપી પેદા કરે છે (એ થર્મો ડ્યનેમિક નો નિયમ છે અને ગુજરાતી માં એને "અવ્યવસ્થા" કહે છે) અને જો કોઈ બીજો વ્યક્તિ તેને પસંદ કરે છે, તો તે વ્યક્તિ થી વર્તમાન વિશ્વમાં તમારા મનમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. 

આપણે પૃથ્વી પર શ્યામ સૂર્યની મેશ યાની પડછાયો તળે અને પીળા અગ્નિની સામે છીએ. શિવની શીવા શક્તિ, ફ્રવાશીથી અગ્નિ સમક્ષ નિષ્પન્ન બને છે! જ્યાં મેષ ની ગુંજાઇશ વધુ હોય જ છે..

વેદો પણ સૂર્ય ને કાળો જ ગાઢ પ્રગાઢ ચેતના સભર ગણે છે.. જે ગૂઢ કથન છે. પણ થર્મોદયનેમિક માં અવ્યવસ્થા ના નિયમ થી સમજી શક્ય રીતે જીવન સરળ બનાવી શકવાને સમર્થ છે.. તે જ વાત વેદ કહે છે..

થર્મોદાયનેમિક યાની સરળ સાર સમજ માં એક એવા પાત્ર ની પ્રક્રિયા કે જે બીજી કોઈ પણ પ્રક્રિયા વગર, ઠંડા નું ઠંડુ અને ગરમ નું ગરમ રાખે... ઉદાહરણ થર્મોસ ...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is jigar: