Showing posts with label economy. Show all posts
Showing posts with label economy. Show all posts

Monday, 1 April 2024

દિન અને દસકા નો વેપાર

હરિ તારી સાથે મારા દસકાનો વેપાર  
તારો એક દિન ગયો અને મારો દશકો  
વણજોઈતી શાંતિમાં ઊભો રહયો હું  
હરિ તારી સાથે મારા દસકાનો વેપાર

પત્નીને રૂપિયાનો ના ગમ્યો વિનિમય  
હતો જે વિનિમય તે પણ ઓછો પડ્યો  
ગમ્યો પત્નીને વિનિમય પૈસાના દશકનો  
હરિ તારી સાથે મારા દસકાનો વેપાર

કોઈજ નાણાં વિનિમય વગર ઊભો છું  
પૈસાના દમ પર એકમ કાણી પૈ નો થઈ ને!!!  
રાહ જોઉં છું શતક ક્ષેત્રના નવા શૂન્યની..  
હરિ તારી સાથે મારા દસકાનો વેપાર

જીગરથી રાહ જોઉં છું નવા એક બે પૈસાની  
તાકાત બતાવ તારા અને મારા વિશ્વાસની  
ભારતને જરુર છે તારા તામ્ર ધાતુ સિક્કાની  
હરિ તારી સાથે મારા દસકાનો વેપાર

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ