Showing posts with label આધ્યાત્મિક. Show all posts
Showing posts with label આધ્યાત્મિક. Show all posts

Saturday, 2 September 2023

7 અપ થર્મો દાયનેમિક્સ

જ્યારે તમને એક જ વિષય પર બે વિચારો આવતા હોય, ત્યારે તમે કુદરતી પ્રક્રિયા ના ભાગ રૂપે અચાનક જ અંધારામાં જ પ્રવેશી જાઓ છો અને ત્યારે બે વિકલ્પો હોય છે, હકારાત્મક અને નકારાત્મક, જો તમે, તમને અને બીજાને પ્રબુદ્ધતા આપતા વિચારને આપોઆપ જ પ્રકાશિત કરવાનું પસંદ કરો છો, તો નકારાત્મક બિંદુ આપોઆપ એન્ટ્રોપી પેદા કરે છે (એ થર્મો ડ્યનેમિક નો નિયમ છે અને ગુજરાતી માં એને "અવ્યવસ્થા" કહે છે) અને જો કોઈ બીજો વ્યક્તિ તેને પસંદ કરે છે, તો તે વ્યક્તિ થી વર્તમાન વિશ્વમાં તમારા મનમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. 

આપણે પૃથ્વી પર શ્યામ સૂર્યની મેશ યાની પડછાયો તળે અને પીળા અગ્નિની સામે છીએ. શિવની શીવા શક્તિ, ફ્રવાશીથી અગ્નિ સમક્ષ નિષ્પન્ન બને છે! જ્યાં મેષ ની ગુંજાઇશ વધુ હોય જ છે..

વેદો પણ સૂર્ય ને કાળો જ ગાઢ પ્રગાઢ ચેતના સભર ગણે છે.. જે ગૂઢ કથન છે. પણ થર્મોદયનેમિક માં અવ્યવસ્થા ના નિયમ થી સમજી શક્ય રીતે જીવન સરળ બનાવી શકવાને સમર્થ છે.. તે જ વાત વેદ કહે છે..

થર્મોદાયનેમિક યાની સરળ સાર સમજ માં એક એવા પાત્ર ની પ્રક્રિયા કે જે બીજી કોઈ પણ પ્રક્રિયા વગર, ઠંડા નું ઠંડુ અને ગરમ નું ગરમ રાખે... ઉદાહરણ થર્મોસ ...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is jigar:

Wednesday, 9 August 2023

બ્રહ્મા સત્ય થી જ નામશેષ

બ્રહ્માને જ્યારે સત્ય બોલવું પડે, ત્યારે શિવનો વર્તમાન અને ભવિષ્ય નો સમય એકાકાર થતાં શીવ તાદૃશ્ય રૂપે વિષ્ણુ ની રક્ષા કરી શકે છે.


શિવ ના જ્યોતિ સ્તંભ માં કેવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે તે જોઇએ પરિકલ્પના રૂપે..


  • હ્રસ્વ ઇ યાની નાની ઇરછા યાની વિષ્ણુ 

  • શ યાની શૂન્ય સાથે બીજા પાંચ નું અ કાર રૂપી તત્વ સાથે નું યજન યાની મહેશ

  • વ યાની 6આવૃત ખરું પણ જો અંદર થી જ ઉત્થાન વિશિષ્ઠ સંજોગો માં થતું હોય તેવું દર્શાવતું અક્ષર સ્વરૂપ સંસ્કૃત નો બ યાની ब પણ તેમાં ર કાર નુ અભિધાન હોય તેવું રૂપ .. જેને વાયુ પુરાણ ના રુદ્રાક્ષ સાથે સંકલિત કરી સમજાવી શકાય.

  • એ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માં નો અડધો ર કાર બહાર નીકળતા નવા નવગ્વો દશગવો ની માટે પ્રેરણા સ્ત્રોત બને છે…


આના માટે વાર્તા સ્ત્રોત છે કે જ્યારે જ્યોતિ સ્તંભન માં બ્રહ્મા આકાશ તરફ અને વિષ્ણુ પૃથ્વી તરફ નીચે આગળ તપાસ કરવા વધ્યા તો કોઈને શિવ સ્તંભ નો આધાર ના મળ્યો તો પણ બ્રહ્મા જુઠું બોલ્યા અને કેતકી યાની કેવડા ના પુષ્પ ને સાક્ષી લાવ્યા જે જુઠું હતુ.. ત્યારે જ્યોતિ સ્તંભ ફાટ્યો અને શિવ ખુદે નિરાકાર રૂપે વિષ્ણુ યાની નાના બાળકને રક્ષણ આપ્યું. 


બ્રહ્મા તે સમય બાદ તે સમ્યક ના અસમય નો બ્રહ્મા નથી રહેતા. બીજો નવો બ્રહ્મા વિશ્વ માં નિષ્પન્ન થાય છે ત્યારે જ ક્ષેત્રના સીમાંકન બદલાય છે.. 🧬 DNA પણ બદલાય છે..


જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિંદ

Jigaram Jaigishya is a jigar:

જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 


Wednesday, 30 November 2022

અનુભવ અ રૂપી સત્ય નો

એક વાર્તા હતી કે રાજાએ કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવવા માટે રાજ્યમાંથી એક નાના બાળકને પસંદ કર્યો
ત્યારબાદ એને અમુક વર્ષો પછી કંસ નું ચિત્ર બનાવવાની જરૂર પડી અથવા તો કોઈ રાક્ષસ નું ચિત્ર બનાવવાની જરૂર પડી તો જે રાજ્યમાંથી બાળક પસંદ થયો હતો એ જ રાજ્યમાંથી એક ક્રૂર માણસને લઈ આવ્યા અને એનું ચિત્ર બનાવ્યું, જ્યારે પેલા માણસને ખબર પડી કે અધિકૃત માણસ તરીકે મને ચિત્રિત કરી રહ્યા છે અને એ જ રાજાના દરબારમાં મને લઈ જઈ રહ્યા છે કે જે દરબારમાં એનું આગળ પણ ચિત્ર બન્યું હતું..

એ મનુષ્ય જોર જોરથી રડવા માંડે છે અને રાજાને પણ એ વાતનો ઘટસ્પોટ કરે છે વાર્તા તો બહુ વિશિષ્ટ હતી પણ હાર્દ કહ્યું..

સાંઈ બાબા પુ ટ્ટ પર થી વાળા માટે લલ્લન ટોપ ચેનલ નો વિડિઓ ડોક્યુમેન્ટ્રી સરસ છે.. જુઓ


સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની અંદર સ્થૂળ શરીર એ સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના ચ (च) કારની અંદર જોડાયેલા વિભાગીય સ્પંદનોના કર્મોનો મુખ અને આંખ સાક્ષી બનીને જ્યારે પ્રતિકાર કર્યા વગર આહલાદકીય અનુભવ લે..  એ જ વાત સ્થૂળ શરીરને ચોક્કસ અંશે એના કર્મના ભાગરૂપે ભોગવવી પડતી હોય છે એ વાત કદાચ સત્ય સાંઈબાબા જાણતા હતા કે નહતા જાણતા એ મને ખબર નથી પણ હું એ બાબતને અનુભવી ચૂકેલો છું...

આથી જ સ્થૂળ સૂક્ષ્મ અને કારણસર ની અંદર સત્ય બોલવાની જે વાત છે કે જેથી તેને ભલે હું ચ કારમાં હોવું તો પણ મારું કોઈ જગ્યાએ કર્મ બગડે નહીં અને મા બેન દીકરી ની ઈજ્જત રહે..  કેમકે મારી મમ્મીની એક બેનપણી નું નામ પણ રહીમાં બેન છે અને અનુસંધાનની અંદર જ આ વાતને આટલા ભારપૂર્વક બોલીને લખવાની હિમાકત કરી છે 

...અને મારી મમ્મી જીગીશાબેન તને હું આ વાત મોકલી રહ્યો છું કેમકે તું મને અતિશયોક્તિની અંદર ગમે તેમ શબ્દ બોલે છે..  તો હું ભગવાનને પ્રાર્થના કરું અને તને પણ પ્રાર્થના કરું કે તું મહેરબાની કરીને મને ગમે તેમ બોલવાનું હવે બંધ કર... 

જીસસ ની વાત પણ બાબાજી ને કહેવાની કે જરૂર ન હતી છતાં પણ એમને કહી અને ધર્મની વિષય ઉપર છે એમને કહ્યું છે ખરેખર સાચું જ છે કે ઉપર તો સૌ કોઈ સમાન જ છે..

માત્ર જ્યારે તમારી અધુરી રહી ગયેલી સ્થૂળ શરીરની ઇચ્છાઓમાં સૂક્ષ્મ અને કારણ શરીરની ચ કારવાળી વૃત્તિ આવે છે, તે વખતે જો તમારી સામે કોઈ જન્મેદની હોય છે અને એની અંદર પણ તમે તમારું પોતાનું ઉચિત્ય ઔચિત્ય વગર ગુમાવો છો અને જે ઇન્સિડન્ટ્સ થયા હોય છે એ સઘળા ઘટના નો સાક્ષી અ કાર રૂપી સત્ય રહેવાનો  અને આથી જ આ વિડીયો કે જેના માટે એક વિશેષ ધોળી દાઢીવાળા ભાઈએ પ્રતિકાર કર્યો હતો એ પણ ભૂલવા જેવો નથી અને pc સરકાર ની કૉમેન્ટ પણ...

ભગવાન છે સત્ય છે પણ મનુષ્ય રુપી કોઈ મનુષ્યને ભગવાન માનવો કે ચોક્કસ કક્ષાની વાતમાં એના સીમિત કક્ષા થી ઉપર જઈ, જ્યારે પરા પ્રકૃતિ એ એને સ્પષ્ટ રીતે  અ રૂપે સ્પષ્ટ કરેલો હોય, જે તમે ઓળખી નથી શકતા .. પણ જ્યારે એ પરા જતી રહે ત્યારે અને મૂળ મનુષ્ય જ્યારે પાછો આવે અને એની જે વેદના હોય, જે સંવેદના હોય છે કે પછી જે પણ કોઈ વિભાગીય અભિગમ હોય છે, એ કોઈપણ સ્ત્રીના માટે હોય, કોઈ બાળકના માટે હોય કે કોઈ પુરુષના માટે હોય કે કોઈપણ રીતે જે આંખ અનુભવતું હોય, એ કોક જગ્યાએ કરવાનું છે જ એ જે વલણ છે અને આથી જ એ ઓસ્ટ્રેલિયન સ્ત્રીના જે લેખમાં આવ્યું હતું એ કહી શકાય એવી બાબત છે..

આથી જ હું ચોક્કસ રીતે થઈ જ રહ્યો છું કે લાંબુદરી અને નાંબુદ્રી બ્રાહ્મણ ના નવશબ્દ સમઝ હોય કે મારી પત્ની હોય, કે 5 બાય 6 નો જે પલંગ છે આઠ ખુશમનનો છે તેમાં, ઘણું બધું અર્ધ સત્ય પણ સત્ય સહિત કોક રીતે અજાણ્યા કૌતુક રૂપે ચોક્કસ જગ્યાએથી મારા મુખેથી બોલાયેલું છે...

આમીન.. સુમ્મામિન...
જય ગુરુદેવ દત્તાત્રેય
... પ્રણામ ...
જય હિન્દ
Jigaram JAIGISHYA is jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતા

Ph D yanee Doctoret in HP laptop પણ થાય...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર 

Monday, 28 November 2022

જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની તો ખમી નાશ યા દખમા

જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની "તો ખમી નાશ" યા "દખમા" ઊર્જા ને એક થી બીજી રીતે ના આદાન પ્રદાન ની વાત... 

વિષ્ણુ થકી શિવ નું ત્રીજુ નેત્ર એક અસાધારણ વાર્તા છે...

ૐ" પ્રણવાક્ષર પણ અ, ઉ, મ થી જ છે જ,

"અહમ્ થી સોઙમ્" શબ્દનુ સોહાર્દ લોકો

પણ સોહમથી શોધે છે... ભેદાભેદ અભેદ્ય?

પાર સી લોકો નું ધર્મસ્થળ 'અગિયારી' છે, ધર્મચિહ્ન 'અગ્નિ'(આતશ)છે, ધર્મગુરુ 'મોબેદ', અથવા 'દસ્તુર' છે, ધર્મતીર્થ 'ઉદવાડા' (દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેનું શહેર) છે, ધર્મ તહેવાર 'પતેતી' છે અને ધર્મ સંસ્કાર (અંતિમ સંસ્કાર) માટેની જગ્યા 'ટાવર ઓફ સાઇલેંસ', યાને કી 'દખમા' છે. 


આ 'ટાવર ઓફ સાઇલેન્સ' એટલે મૃતદેહોનો કૂવો. એક ગોળાકાર ઊંડી ને ઊંચી ઇમારત જ જોઇ લ્યો. જેની ઉપર શબને ખુલ્લું મૂકી દેવાનું. એટલે કે મૃતદેહને જળ, અગ્નિ કે ધરતીને બદલે ખુલ્લા આકાશને સોંપી દેવાનો. એ પછી ધીમે-ધીમે ગીધ જેવા માંસભક્ષી પક્ષીઓ આવતા જાય અને પેલા શબને કોચતા જાય, ખાતા જાય અને ખતમ કરતા જાય. 

આની મૂળ વાત ઉપરની ઊર્જા ને પોષવાની છે. શબ ને ઊંડા કૂવા માં રાખો તો કોઈ જ સ્થલચર કદાચ બગાડી ના શકે. રાવણ ને જતાયું પક્ષી સાથે ની લડાઈ ઘણાં ને યાદ હશે... પરશુ રામ, રામ અને બલરામ પણ ભૂત ભવિષ્ય અને વર્તમાન સાથે સંકળાયેલા છે. સીતા માતા (!?) ને જ સાચવતા રાવણ જટાયુ ને ઘાયલ કરે છે.

ચયાપચય ની ક્રિયા વિજ્ઞાન માં આવે જ છે. હાલમાં ડિજિટલ યુગ માં પણ કોમ્પ્યુટર માં ગર્બેજ ઈન ગાર્બેજ આઉટ હોય છે. 

આપણે તો મનુષ્ય અથવા સજીવ શરીર જે ખાઈએ તે પચાઈએ અને બાકીના નું ઉત્સર્જન કરીએ છે. એને જ ચયાપચય કહે છે.

બુદ્ધિ તેવી સૃષ્ટિ ચિરપરિચિત શબ્દ છે..

સંપાતી અને જટાયુ બંને ભ્રાતૃઓને ગિધ્ધ રાજ કહ્યા છે.

સમજદાર માનવી નીચે નું ચિત્ર સમજી જ શકે. સ્ટાર ટ્રેક સીરિયલ માં પણ આવુજ કઈક થાય ને માનવી એક થી બીજી જગ્યાએ જય... એવી વાત નિહાળી હતી. અને 2012 નું 1200 કરોડ નું ફિલ્મ અવતાર જે હાઇટેક ફિચર્સ સાથે હતી તે માં પણ મૃત્યુ પર્યંત ની વાતે હિરોઈન ચોક્કસતા ની માન્ય માનદ વાત કહેતી હતી જેક ને...આ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram JAIGISHYA is jigar:

Thursday, 10 November 2022

સાયકો લો જ ઇસ્ટ

સાયકોલોજી / સાયકોલોજિસ્ટ અને મેડિકલ ટર્મ..

અગ્નીપુરાન એકાક્ષર કોષ માતૃકા અનુસાર...

સાયકૉ
સરસ યજન (વાળો/વાળી/વાળું) ક્ષેત્ર મા જે કંઇક લઈને કે ધારણ કરીને સ્થિર છે, સ્થિતિ પ્રજ્ઞ છે તેવો 'અ'...

લોજી / ઇસ્ટ 
વર્તમાન ના સમય મા હોયજ એવો કહેનાર, ઓળખનાર, પ્રદર્શિત કરનાર... મહાજબી

લ યાની અર્થમાં વર્તમાન...

પહેલાંના સમય મા વૈદ્ય પાસે સઘળું કહ્યા બાદ જ દવા લેવાતી હતી... જેમાં તમારા સગા ની વાતો, તમની રહેણી કરણી, ખાણી પીણી, વાત ની ઢબ વગેરે નો તકાજો કાઢતા બાદ દવા નાડી તપાસ્યા બાદ જ આપતી...

સુષુમ્ણા નાડી ની આજ્ઞા ચક્ર મા નું ધ્યાન રાખી ઠંડી ગરમ તપાસી.. હાથ ની નાડી પારખી મૂસળી ને (કંદમૂળ જેને દૂર્વા, ઘાસ અને તેના મૂળિયાં થી ઓળખાય છે તે) આપતી અને તેને પણ સૂર્યોદય સૂર્યાસ્ત ના સમયે ચોક્કસ તાપમાને ઘસી ને પાણી કે વિવિધ ફ્લો ના રસ સાથે લેવાની કહેવાતી... જે જીભ થકી મન: ચક્ષુ થી સ્વાદ ઓળખી શરીર માથી જ લાળ સાથે રસો ભેળવી જથરાગ્ની મા જઈ જ્વર દૂર કરતા...

આથી માનસિક તાણ માથી પણ શાંતિ મળતી.. કેમકે સૂર્ય ની રશ્મિ નો પ્રભાવ વિવિધ તાસીર મા વૈવિધ્ય સભર હોય શારીરિક, માનસિક પીડા દૂર કરે છે...

વધુ તો ચોક્કસ લખી શકાય છે પણ હવે ના યુગ મા દાક્તરો ની સીમા, પરિસીમા નક્કી હોય દરેક શાખા મા અલગ અલગ બાબતો નોધાઇ છે... વનસ્પતિ ની ઉણપ પણ ખરી જ..

અત્યારે દરેક ક્ષેત્ર મા વિજ્ઞાન આગળ છે.. પહેલા શરીર જ સાત કુંડલિની ની બાબતે ક્ષેત્ર નું વિજ્ઞાન હતું.. આથી માત્ર મંત્રો થકી પણ જ્વર દૂર થતો..અને ત્યારબાદ શરીર ક્ષેત્ર ની સીમા વિવિધ રીતે પૃથ્વી ના વિભાગો માં વધતાં અથર્વ વેદ થકી મહા અથર્વ ઋષિ એ વનસ્પતિ ના રસો થકી આયુર્વેદ રચ્યો.. પુરાણ માં આ બાબત નો વિવાદ બે ઋષિ વચ્ચે નો છેજ..કે મંત્ર માત્ર કે સાથે દવા પણ ઉપચાર માટે વિશિષ્ઠ..!!??? હા.. છે...

અત્યારે દરેક ક્ષેત્ર અલગ છે... હાડકાં, સ્નાયુ, અંદર બહાર ની ત્વચા, ગેસ્ત્રો, એન્દ્રો, નુરો, ડાયાબિટસવાળા, કેન્સર, વગેરે વગેરે...

તામસી ખોરાક અને એમાં પણ આથેલું.. વિશિષ્ઠ રસ્પ્રચુર માહિતી સભર વાનગી નું દિતૈલિંગ.. સાચે ઘણું વૈવિધ્ય સભર...અને પુરાણ, વેદિક કાલ માં આથેલુ ખાવા ની વાત મારી જાણ માં તો નથી.. મહદઅંશે સંથારો જ પ્રખ્યાત હતો.. ભૂખ્યા રહી તપ કરો.. પ્રભુ પ્રસન્ન..

તમે જે ખાવ છો તે અંદર તો કેવા રસો સાથે શું પ્રયોજન ચ કારિય વૃત્તિ મળે છે તે તો જે જૂનો દાક્તર હોય તેનેજ ખબર પડે.. તો સાયકોલોજી વાળા શું કરી શકવાના તે સવાલ હોવા છતાં ઘણાં લોકો સાયકોલોજિસ્ટ ની સારવાર લે છે જે મારા માટે આશ્ચર્ય પ્રેરક બાબત છે જ.. 

મારી તો દીકરી ખુદ સાયકોલોજી ની વિદ્યા પાછલ ઘેલી છે.. હશે.. ચલો..

દિવસ રાતના આમ તો 14 ચોઘડિયા છે...
સાત અને સાત પણ.. જે તે દિવસ કે રાત નું પ્રથમ ચોઘડ્યું જ છેલ્લું હોય છે અને માત્ર "ચલ" ચોઘડયું જ તટસ્થ જેવું છે..
ચડતો 
ક્રમ શુભ, લાભ અને અમૃત
કાળ, રોગ અને ઉદ્વેગ.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram JAIGISHYA is jigar:


Monday, 21 March 2022

તિબ્બત્તી શબ્દ બારદો અને ગુજરાતી બારદાન

...  તિબેટના બૌદ્ધ ભિક્ષુકોની આધ્યાત્મિક સમજણ અતિગહન અને મહદંશે રહસ્યમય હોય છે એવું લોકો માને છે પણ અશ્વત્થામા ને ભૂલી જાય છે.... કે જેને ચિરંજીવ કહેલ છે.. ઇજિપ્ત વાળા એમનેમ સૂર્ય ને છોડી ઓરાયન ને નહિ જ ભણ્યા હોય... મમી ફિલ્મ ના ત્રણ ભાગ ઘણુ કહે જ છે...

સનાતન વૈદિક ધર્મમાં કુંડલિની જાગરણની સાધના દ્વારા આજ્ઞાચક્રને જાગ્રત કરવાની પ્રક્રિયા દર્શવવામાં આવી છે. પણ એ દર્શન શાસ્ત્ર થોડું ગહન છે...કે જેમાં હોરા અને ચેતના ની જ માત્ર વાત હોય.. અહીં વૈજ્ઞાનિક અભિગમ થકી  પરંતુ બૌદ્ધ ભિક્ષુઓ તો પોતાના કપાળમાં અણીદાર સાધન વડે છિદ્ર કરીને આજ્ઞાચક્રને વીંધવાની રીત અપનાવે છે.

માનવું ખોટું જ છે કે આથી ભગવાન શિવની જેમ ત્રીજું નેત્ર ખોલી શકાય છે. પણ તમારી આંતરિક ચેતના તમે બીજા ને આપો છો અથવા તમારું આધિપત્ય તમે બીજાને દોરવણી માટે કે જે હમેશા સાચું અને સારું કરે છે તેને આપો છો.. કેમકે એક વાત છે કે ઓરાને તમે મનુષ્ય દેહ સ્વરૂપ નથી જોઈ શકતા કે જ્યારે અણીમાં, લધિમા ની વિશિષ્ટ વાત હોય.. તમારો કોઈ મન: વિચાર જો ચેતના સાથે તમે જોડો તો એ તમારા શતાવધાન માં મદદ કરી શકે છે...

... તિબેટમાં જ્યારે કોઈ માણસ મૃત્યુશૈયા પર હોય અને  મરણ પામવાની પ્રક્રિયા ચાલુ જ હોય ત્યારે બૌદ્ધ ભિક્ષુઓ એની પાસે આવે છે અને એના કાનમાં મોટેથી ઉચ્ચારે છે, "તારું સૂક્ષ્મ શરીર હવે તારાં સ્થૂળ શરીરથી અલગ થઈ રહ્યું છે. હવે તું આ દેહ છોડીને બીજા દેહમાં જઈશ. અત્યારે તું જે સંકલ્પ કરીશ એ પ્રકારનો નવો દેહ તને પ્રાપ્ત થશે." આ ક્રિયાને તેઓ 'બારદો' કહે છે. (રેફેરન્સ શરદ ઠાકર ના fb પેજ પરથી)

..આધુનિક વિજ્ઞાને શોધ્યું છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની એક પછી એક ઇન્દ્રિય નિર્જીવ થતી જાય છે અને શ્રવણેન્દ્રિય એટલે કે સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે જાય છે. વિજ્ઞાન કહે છે કે મૃત્યુ પામ્યાં પછી પણ માણસ લગભગ ૨૩ મિનિટ સુધી સાંભળી શકે છે. શાસ્ત્ર તો 13 દિવસ સુધી તેની ચેતના સમેત રહે છે એવું કહે છે... જુઓ યજુર્વેદ...

શબ્દ બારદો એ વિશિષ્ઠ મર્મ સાથે છે...
• બાર અને બાર ચોવીસ તે ગુરુ દત્તાત્રેય ના ગુરુઓ છે પણ વિવિધ જાતિ પ્રજાતિ ના... સ્હેજ ગહન છે...
• બરદો યાની બર બીજો..
• વરદ ઓ યાની હવે તમે શ્રેષ્ઠ ... જેમાં બ નથી ન લઈ વ કહીયે તો... ભારત મા જ પૂર્વ પશ્ચિમ વિવિધ ક્ષેત્રના માં મૂળ અક્ષર અલગ રૂપે લેવાય છે.. ઉદાહરણ..સિંઘ અને હિંદ
• ગુજરાતી માં રૂઢિ પ્રયોગ છે પણ અહીં વાક્ય રૂપે..
અક્કલનો ઓથમીર એને કહે કે બુદ્ધિ નો બારદાન...
વધુ ઓછી સમઝ ને પ્રણવ રૂપી મન ની પ્રણામ...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જૈગીષ્ય જીગરમ જીગર:
લૉ ગાર્ડન પાસે ના સમર્થના મંદિર માં શિવ મહીમન ના છેલ્લા બે લીટીના શબ્દો સમઝવા જેવા છે..